પાકિસ્તાને ફિક્સિંગમાં સંડોવાયેલા પાંચેય ક્રિકેટર્સના દેશ છોડવા પર પ્રતિબંધ લાદ્યો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે કહેવાતા સ્પોટ ફિક્સિંગના આરોપી પાંચેય ક્રિકેટર્સને દેશ છોડવા પર પ્રતિબંધ લાદી દીધો છે. પીસીબીએ તાજેતરમાં યોજાયેલી પાકિસ્તાન સુપર લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી કલમના ઉલ્લંઘન માટે શર્જીલ ખાન, ખાલિદ લતીફ, મોહંમદ ઇરફાન, શાહજેબ હસન અને નાસિર જમશેદને ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં રમવા પર સસ્પેન્ડ કરી દીધા હતા.
જમશેદ હજુ પણ બ્રિટનમાં છે, જેની કહેવાતા ભ્રષ્ટાચારની તપાસમાં સૌથી પહેલાં બ્રિટનમાં ધરપકડ કરવામાં આવીહતી. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇરફાન અને લતીફે ગઈ કાલે લાહોરમાં એફઆઇએના અધિકારીઓ સમક્ષ નિવેદન આપ્યાં હતાં. હસન અને શર્જીલ આજે નિવેદન આપવાના છે.

ગૃહપ્રધાન ચૌધરી નિસારઅલી ખાને એફઆઇએના અધિકારીઓને આ પાંચેય ખેલાડીઓ સામે તપાસ કરવાના હુકમ આપ્યા છે. તેઓએ કહ્યું કે સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા ખેલાડીઓને માફ નહીં કરાય. પીસીબીએ ત્રણ સભ્યોની એક સમિતિ પણ રચી હતી, જેમાં એક નિવૃત્ત જજ પણ સામેલ છે. ગત સપ્તાહે ક્રિકેટ બોર્ડે ઇરફાન અને શાહજેબને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા હતા.
http://sambhaavnews.com/

You might also like