બે સપ્તાહમાં પાંચ આઈપીઓ આવશે

અમદાવાદ: આગામી બે સપ્તાહમાં પાંચ આઇપીઓ આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં અાલ્કેમ લેબોરેટરીઝ, ડો. લાલ પેથલેબ્સ સહિત ત્રણ આઇપીઓ આવી રહ્યા છે. નવેમ્બર મહિનામાં આવેલા આપીઓમાં રોકાણકારોને ઊંચું રિટર્ન મળ્યું હોવાને કારણે પ્રમોટર્સ પણ આઇપીઓ સરળતાથી ભરાઇ જશે તેવી શક્યતાઓ પાછળ આ આઇપીઓ લાવી રહ્યા છે.

આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતે આલ્કેમ લેબોરેટરીઝ તથા ડો. લાલ પેથલેબ્સનો આઇપીઓ આવી રહ્યા છે. આ આઇપીઓ દ્વારા પ્રમોટર્સ બે હજાર કરોડ રૂપિયાની રકમ ભેગી કરી શકે છે. એટલું જ નહીં નુઝિવીડુ સીડ્સ ૭૫૦ કરોડ, નારાયણ હૃદયાલય ૭૦૦ કરોડ તથા અમર ઉજાલા ૩૦૦ કરોડનો આઇપીઓ લાવે તેવી પણ શક્યતા છે.

આગામી ૧૫-૧૬ ડિસેમ્બર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો એફઆઇઆઇ મોટા પ્રમાણમાં નાણાં મૂડીબજારમાંથી પાછા ખેંચી શકે છે તેવી એક શક્યતા પાછળ બજારમાં પ્રમોટર્સે આઇપીઓ લાવવાની ખૂબ જ ઝડપી તૈયારીઓ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૦ બાદ વર્ષ ૨૦૧૫ આઇપીઓ બજાર માટે ઘણું સારું પુરવાર થયું છે. ચાલુ વર્ષે ૧૮ કંપનીએ આઇપીઓ દ્વારા રૂ. ૧૧ હજાર કરોડથી વધુ એકત્ર કર્યા છે.

You might also like