પૂર્વોત્તરમાં ભાર વરસાદથી પૂરની પરિસ્થિતિ, આસામ, મણિપુર, મિઝોરમમાં પૂરથી તારાજી

ઉત્તર અને પૂર્વોત્તર ભારત તરફ મોનસૂન આગળ વધી રહ્યો છે. જેને લઇને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પંજાબ અને હરિયાણામાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

પૂર્વોત્તરમાં વિનાશકારી પૂરે ચોતરફ તારાજી સર્જી છે. છેલ્લા 24 કલાકમાં વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ સાથે જ મૃતકોની સંખ્યા વધીને 23 થઇ ગઇ છે. આસામમાં વરસાદના કારણે વધુ 5નાં મોત નિપજ્યાં છે. જ્યારે મણિપુરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગનું માનીએ પંજાબ અને હરિયાણામાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થઇ શકે છે.

આ તરફ મણિપુરમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. મણિપુરમાં વરસાદ બાદ આવેલા પુરના કારણે હજારો લોકો બેઘર બની ગયા છે. જ્યારે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. મણિપુરમાં પણ વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પૂરના પાણીઓ ગામડામાં ઘૂસી ગયા છે. જ્યારે ખેતરોમાં પાણી ઘુસી જતાં પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ બાદ પૂરના કારણે અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાઇ ગયો છે.

You might also like