આ ભૂલો જેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ટાળવી જોઇએ..

હાલના દિવસો મ્યુચ્યુઅલ ફંડનુ બજાર તેજી સાથે આગળ વધ રહ્યું છે. તેના કારણે રોકાણકારોને તેમાં રસ પડી રહ્યો છે. જોકે બજારમાં તરલતા અને મોંઘા મૂલ્યાંકનને કારણે નવા લોકોને પરેશાની થઈ રહી છે. એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે લોન,ઇક્વિટી તથા રોકડ જેવી પરિસંપત્તિઓ કારણે તેમાં રોકાણ કરતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે આ ભૂલો ન કરવી જોઈએ અને તેનો ધ્યાન રાખવું જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડમાં કોઈપણ પ્રકારના રોકાણકરનારો માટે ઘણા પ્રકારના વિકલ્પ આપે છે. તમારા માટે જે યોગ્ય રોકાણ લાગે તેમાં જ રોકાણ કરો. દરેક રોકાણમાં રહેલા ફાયદા અને જોખમને સમજો. તમારી જરૂરિયાતોનું વિશ્વલેષણ કર્યા બાદ જ રોકાણ કરો.

ક્યારેક ક્યારેક બજારમાં તેજીનો માહોલ હોય છે અને રોકાણકારો તેની લાલચમાં પડી જાય છે અને જે ફંડ સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેમાં પોતાના નાણાનું રોકાણ કરે છે. એક જ પ્રકારન ફંડમાં વધારે રોકાણ કરવાને કારણે એક વિચિત્ર પોર્ટફોલિયોનું નિર્માણ થાય છે. કોઈ પણ ભૂલના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે એક સંતુલિત પોર્ટફોલિયો બનાવાની સલાહ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ રોકાણકાર કોઈ એક વર્ષમાં એક બેકિંગ ક્ષેત્ર ફંડમાંથી 60 ટકા રિર્ટન પ્રાપ્ત કરે છે અને વર્ષો બાદ કોઈ જુદી પરિસંપત્તિ મેનેજમેન્ટ કંપનીઓ (AAMC)થી અને વધારો બેકિંગ ક્ષેત્રના ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય કરે છે તો તેને બેકિંગ ક્ષેત્રમાં સારો લાભ થઈ શકે છે. ફુગાવો વધતા એનપીએ વચ્ચે બેકિંગ સંકટ ઉભું થાય તો નુકસાન પણ થઈ શકે છે. તેના માટે અન્ય રોકાણ યોજનાને બંધ કરીને એક જ પ્રકારના ફંડને ખરીદવું નુકસાન કારક સાબિત થઈ શકે છે.

શેરની જેમ જ પોતાના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અંગે પણ વિચારણા કરવી જરૂરી છે. કોઈ ફંડને વેચવાથી કે અન્ય એએમસીમાંથી ફંડ ખરીદતા પહેલા જાણી લો કે વિશેષ ફાયદો થશે કે નહીં.

મોટા ભાગે રેટિંગ કપંનીઓ મ્યુચ્યુઅલ ફંડનું આકલન તેન હાલના પ્રદર્શન ઉપર જ કરતી હોય છે. તેથી પ્રદર્શન માટે ફંડના ઉતારચઢાવ અને રેટિંગ પણ જુઓ. કોઈ પણ ફંડનું મૂલ્યાંકન તેના લાંબા ગાળાના ઉત્તમ પર્દર્શનને આધારે થતું હોય છે.

તમને જાણકારી ન હોય તો વિશેષ તપાસ વિના નવા ફંડમાં રોકાણ કરવાનું સાહસ કરો નહી. કેટલાર રોકાણકારો નવા ફંડમાં રોકાણ કરવા માંગતા હોય છે તેઓ સમજે છે કે આમાં પણ આઇપીઓ જેવી ક્ષમતા છે. એનએફઓ નવા ફંડ છે પરંતુ તેમાં સમાવેશ પામની પરિસંપત્તિ હંમેશાં નવી નથી હોતી.

You might also like