પાંચ લાખથી ઓછી કિંમતના મકાનો ગરીબોને અપાશેઃ ગડકરી

નવી દિલ્હી : ભારતની વસતી પૈકી માત્ર એક જ ટકા વસતીના લોકોને ૧૦ લાખથી ઉપરની કિંમતના આવાસ પોષાય છે તેવા સમયે સરકારે આજે સ્માર્ટસિટીના નિર્માણની જ પ્રતિબદ્ધતા દોહરાવી નથી પરંતુ સાથે સાથે પાંચ લાખથી ઓછી કિંમતમાં પોષાય તેવા આવાસની ઓફર પણ કરી છે. પાંચ લાખથી પણ ઓછી કિંમતના આવાસો સરકાર ઉપલબ્ધ કરાવશે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી.

માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શિપિંગ પ્રધાન નીતીન ગડકરીએ એસોચેમની સ્માર્ટસિટી સમિટમાં વાત કરતા કહ્યું હતું કે, ઓછી કિંમતના આવાસ ખૂબ જ ઉપયોગી છે. સૌથી મોટી અડચણ એ છે કે, અમારા દેશમાં માત્ર એક ટકા લોકો જ ૧૦ લાખથી ઉપરના મકાન ખરીદવાની સ્થિતિમાં છે. જો અમે પાંચ લાખથી ઓછી કિંમતના આવાસ બનાવીશું તો ૩૦ ટકા લોકો મકાનની ખરીદી કરી શકશે. તેમણે કહ્યું હતું કે, સ્માર્ટસિટીના નિર્માણ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે ગરીબ લોકોને પોષાય તેવા આવાસ ઉપલબ્ધ કરાવવાની પણ સરકારની યોજના છે.

નરેન્દ્ર મોદી સરકારના એજન્ડામાં આ બાબત ટોપ ઉપર છે. એક આવાસ સાહસરુપે નાગપુરમાં એક પ્રયોગ કરવામાં આવી ચુક્યો છે જેના ભાગરુપે સ્ટીલના માળખા પર આવાસનું નિર્માણ કરાયું છે જેમાં ૭૦ ટકા ફ્લાયએસ છે. ૨૦મી ફેબ્રુઆરીના દિવસે આનુ ઉદ્ઘાટન કરવામાં આવશે. નિર્માણ ખર્ચ સ્કવેર ફૂટ ૧૦૦૦ રૂપિયા છે. પાંચ લાખ રૂપિયામાં ૪૫૦ સ્કવેર ફુટના આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રધાને કહ્યું હતું કે, ૧.૫ લાખની સબસિડી પણ આપવામાં આવનાર છે.

આવાસ ખર્ચ ૩.૫ લાખ રૂપિયા રહેશે અને લોન સૌથી ગરીબ લોકોને ૭.૫ ટકા સુધીની રહેશે. સરકાર માત્ર સ્માર્ટસિટી બનાવવા જ ઇચ્છુક નથી પરંતુ પ્રવર્તમાન સિટીઓને આધુનિક જરૂરિયાતો સાથે આગળ વધારવા માટે પણ ઇચ્છુક છે. તેમણે કહ્યું હતું કે, ૧૨ મોટા બંદરો પૈકીના ૧૦ બંદરોમાં સ્માર્ટસિટી રહેશે.કોલકાતા અને મુંબઈ સિવાય સ્માર્ટસિટી અમારા ૧૦ બંદરોમાં વિકસિત કરવામાં આવશે. સ્માર્ટસિટી પીપીપી હેઠળ વિકસિત કરવા આગળ આવવા ગડકરીએ રોકાણકારોને કહ્યું હતું.

સરકાર જમીન આપવા માટે તૈયાર છે. સાથે સાથે પારદર્શક લોકો મંજુરી પણ આપશે. ભારત ૧૨ મોટા બંદરો ધરાવે છે જેમાં કંડલા, મુંબઈ, જેએનપીટી, ન્યુ મેંગ્લોર, કોચીન, ચેન્નાઈનો પણ સમાવેશ થાય છે. પારાદીપ, કોલકાતા, વિશાખાપટ્ટન પણ મોટા બંદરો પૈકીના છે. આ તમામ ૧૦ બંદરો દેશના કુલ કાર્ગો ટ્રાફિક પૈકી ૬૧ ટકા કાર્ગોને હાથ ધરે છે.

You might also like