સોનમ કપૂરના રિસેપ્શનમાં 5 એક્સ લવર્સ આવ્યા આમને સામને!

સોનમ કપૂરના રિસેપ્શનમાં બૉલીવુડના બધાં જ એ-લિસ્ટ સ્ટાર્ઝ પહોંચ્યા હતા. એક બાજુ, જ્યાં વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. તે જ સમયે, રણબીર અલીયાની પણ ચર્ચા કરવામાં આવી.

તે જ રીતે 5 એક્સ પ્રેમીઓ એક જ છત હેઠળ સાથે પાર્ટી કરતી દેખાયા હતા –

 

રણબીર કપૂર-કેટરિના કૈફ
સોનમ કપૂરનો રિસેપ્શનમાં એક્સ ફ્લેમ્સ રણબીર કપૂર અને કેટરિના કૈફ પહોંચ્યા હતા. આ બંનેને જોઈને એવું લાગ્યું કે બંનેએ મૂવ ઓન કરી લિધું છે. જ્યારે રણબીર અલીયા સાથે જોવા મળ્યો હતો ત્યારે કેટરિનાએ સલમાનને ગળે લગાડીને એવો સંકેત આપ્યો હતો કે તે જીના બ્રેકઅપથી ઉભરી ગઈ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા-આલિયા ભટ્ટ
રણબીર કપૂર પહેલાં, આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સંકળાયેલી હતી. આ બંનેના અફેરમા અહેવાલોએ હેડલાઇન્સ બની હતી. અત્યારે, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેક્વેલિન ફર્નાન્ડીઝને ડેટ કરી રહ્યો છે. સોનમ કપૂરની પાર્ટી તમામ ચાર જણા એક જ ધૂન પર નાટતા જોવા મળ્યા હતા.

શાહિદ કપૂર અને કરીના કપૂર
સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર સાથે આવ્યો હતો. તે જ સમયે, કરિના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે દેખાઈ હતી.

સલમાન ખાન-ઐશ્વર્યા રાય
બિપાશા બાસુના રિસેપ્શનમાં ઐશ્વર્યા રાયને અવોઈડ કરવા માટે સલમાન ખાન પાર્ટીમાં લેટ ગયો હતો. સોનમ કપૂરના લગ્ન રિસેપ્શન દરમિયાન તેણે ફરી આવું જ કર્યું હતું. તે પાર્ટીમાં લેટ આવ્યો જેથી ઐશ્વર્યાનો સામનો કરવો પડે નહીં. પરંતુ કેટલાક મીડિયા અહેવાલો દાવો કરે છે કે જ્યારે સલમાન ખાન પાર્ટીમાં પહોંચ્યા ત્યારે ઐશ્વર્યા ત્યાં હાજર હતી.

અભિષેક બચ્ચન – કરિશ્મા કપૂર, રાણી મુખર્જી
પત્નિ ઐશ્વર્યાની જેમ, પતિ અભિષેક બચ્ચન માટે પણ માહોલ થોડો અજીબ હશે કારણ કે તેની એક નહીં પણ બે એક્સ ગર્લફ્રેન્ડ્સનો સામનો કરવો પડ્યો હતો. રાણી મુખર્જી અને કરિશ્મા કપૂર બન્ને સોનમ કપૂર અને આનંદ અહુજાના રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા.

You might also like