ક્રિકેટ વર્લ્ડકપ ટીમના પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી… મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે. એવામાં એ લોકોની જવાબદારી અંદાજ લગાવી શકાય છે, જેમણે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. ટીમની પસંદગીની જવાબદારી BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવાની એમએસકે પ્રસાદ ઉપરાંત સમિતિમાં દેવાંગ ગાંધી, શરણદીપ સિંહ, જતિન પરાંજપે અને ગગન ખોડા સામેલ હતા.

રસપ્રદ વાત એ છે કે વન ડેની ક્રિકેટની સૌથી મહત્ત્વની ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરનારા આ પાંચેય પસંદગીકારને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાનોનો વધારે અનુભવ નથી. એમએસકે પ્રસાદ એન્ડ કંપનીનો અનુભવ જોઇએ તો પાંચેયે કુલ મળીને ફક્ત ૩૧ વન ડે મેચ રમી છે અને તેમાંથી કોઇને પણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ નથી.

૪૩ વર્ષનાં મન્નવા શ્રીકાંત પ્રસાદ પાસે ૬ ટેસ્ટ અને ૧૭ વન ડે રમવાનો અનુભવ છે. પ્રસાદે વન ડેમાં ૧૪.પપની સરેરાશથી ૧૩૧ રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર ૬૩ રન રહ્યો છે.

૪૭ વર્ષના દેવાંગ જયંત ગાંધીને ૪ ટેસ્ટ અને ૩ વન ડે રમવાનો અનુભવ છે. ૩ વન ડેમાં દેવાંગની એવરેજ ૧૬.૩૩ની રહી અને તેમણે ફક્ત ૪૯ રન બનાવ્યા છે. પંજાબ અમૃતસરમાં જન્મેલા શરણદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય કેરિયર કંઇ ખાસ નથી. તેમને ૩ ટેસ્ટ અને પ વન ડે રમવાનો અનુભવ છે. શરણદીપે પ વન ડે મેચોમાં ૧પ.૬૬ની એવરેજથી ૪૭ રન બનાવ્યા છે.

મુંબઈનાં જતિન પરાંજપે ભારત માટે ફક્ત ૪ વન ડે મેચ જ રમી શક્યા. તેઓ ર૮ મે ૧૯૯૮ના ગ્વાલિયરમાં કેન્યા સામે પોતાની પહેલી મેચ રમ્યા હતા, પરંતુ ઇજાના કારણે પોતાની કરિયર લાંબી ખેંચી શક્યા નહીં. ગગન ખોડાએ ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૯૧-૯રમાં પોતાની પહેલી જ રણજી મેચમાં સદી ફટકારીને ખોડા ચર્ચામાં આવ્યા હતા. પ્રથમ શ્રેણીમાં ૩૦૦ રનની ઇનિંગ રમનારા ખોડા આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ફક્ત ર વન ડે રમ્યા છે. ખોડાએ પોતાની પહેલી મેચ ૧૪ મે ૧૯૯૩ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

7 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

7 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

7 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

7 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

7 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago