ફિટનેસ-ટ્રેકર તમને ઓછી કસરતે વધુ કસરત કર્યાના ભ્રમમાં નાખે છે

અત્યારે અાપણાં પગલાં ગણવાથી લઈને અાપણે કેટલું ચાલ્યા, દોડ્યા, કેટલું સાઈક્લિંગ કર્યું, કેટલી કેલરી બાળી વગેરે તમામ વસ્તુઓની નોંધ રાખતા ફિટનેસ કે એક્ટિવિટી ટ્રેકરનો ક્રેઝ છે, પરંતુ બ્રિટનના સમરસેટ પરગણામાં અાવેલી બાથ યુનિવર્સિટીના સંશોધકોએ અા ફિટનેસ-ટ્રેકર પર અાંધળો વિશ્વાસ કરવા સામે લાલ બત્તી ધરી છે. ત્યાંના ડાયલના છોમ્પસન નામના રિસર્ચરનું કહેવું છે કે અા ફિટનેસ-ટ્રેકર અાપણી નાનામાં નાની શારીરિક હલચલને પણ નોંધી લે છે. મતલબ કે અાપણે લાઈટ કે પંખાની સ્વિચ પાડવા માટે ઊભા થઈએ ત્યાંથી લઈને અાપણે જોગિંગ કરવા જઈએ એ બધું જએસરખી રીતે નોંધે છે. અાવા સંજોગોમાં અા ગેટેડની મદદથી એ ખબર નથી પડતી કે અાપણે એક્ઝેક્ટ્લી કેટલી એક્સર્સાઈઝ કરી છે.

You might also like