બીકાનેરમાં પુરૂષો દ્વારા મહિલા ઉમેદવારોની ફિટનેસ ટેસ્ટનો મામલો ગરમાયો, તપાસના આદેશ

બીકાનેર: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી રાજકુમાર રિણવાએ કહ્યું કે ચિત્તોગઢમાં વન રક્ષક ભરતીના મામલે મહિલા ઉમેદવારોની પુરૂષ ગાર્ડ પાસે તપાસ કરાવનાર ડોક્ટરોની શોધખોળ કરવામાં આવી રહી છે. રિણવા અહીં પત્રકારો સાથે વાતચીત રહ્યાં હતા.

તેમણે કહ્યું કે ડોક્ટરના કહેવા પર જ વન વિભાગના ગાર્ડે મહિલા ઉમેદવારોનું શારિરીક માપ લીધું હતું. એવામાં મેડિકલ વિભાગ પાસે તેની તપાસ કરાવીશું. તેમણે કહ્યું કે મહિલા ઉમેદવારોનું શારીરિક પરીક્ષણ કરનાર પુરૂષ ગાર્ડને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં ડોક્ટર જ દોષી છે, તેણે જ ગાર્ડને યુવતિઓનું શારીરિક પરિક્ષણ કરવાના આદેશ આપ્યા હતા.

રિણવાએ કહ્યું હતું કે વન વિભાગના ગાર્ડ સાથે તેમણે વાત કરી છે. તેમણે કહ્યું કે ડ્યૂટી પર તૈનાત પરીક્ષણ કરનાર ડોક્ટર જ્યારે ચા પીવા ગયો તો તેણે આ કામ ગાર્ડને સોંપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વન વિભાગના વનપાલ માટે ‘શારીરિક ક્ષમતા ટેસ્ટ દરમિયાન મહિલા ઉમેદવારોની પુરૂષોએ તપાસ કરી હતી. આ દરમિયાન રાજસ્થાન મહિલા આયોગની અધ્યક્ષ સુમન શર્માએ આ મામલાની તપાસ કરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આવું ન થવું જોઇએ તેના માટે ર્નિદેશ આપ્યા હતા.

You might also like