સરકારને ઝટકોઃ ફિચે સતત 12મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા કર્યો ઇન્કાર

728_90

નવી દિલ્હી: ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે સતત ૧૨મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા ઇન્કાર કર્યો છે. ફિચે ભારતનું સોવરેન રેટિંગ સ્ટેબલ આઉટલુકની સાથે ‘બીબીબી માઇનસ’ યથાવત્ રાખ્યું છે, જે સૌથી નીચો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે.

આ ઉપરાંત ફિચે નાણાકીય વર્ષ ૨૦૧૯માં આર્થિક વૃદ્ધિદર ૭.૮ ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ફિચે જણાવ્યું છે કે નબળી નાણાકીય સ્થિતિથી રેટિંગ પર પ્રેશર યથાવત્ રહ્યું છે અને મેક્રો ઇકોનોમિક આઉટલુક પર હજુ જોખમ યથાવત્ છે.

ફિચ રેટિંગના આ નિર્ણયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર માટે મોટા ફટકારૂપ માનવામાં આવે છે. આમ, ફિચે ભારતની નાણાકીય શાખને વધારવાનો ઇન્કાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિચે એવું જણાવ્યું છે કે ભારતની ફિસ્કલ ડેફિસિટ દેશનું રેટિંગ સુધારવાની આડે આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે ભારતનું સરેરાશ આર્થિક ચિત્ર જોખમ ભરેલું છે. ફિચે નવેમ્બર-૨૦૧૭માં મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યા બાદ સતત ફિચ પર રેટિંગ સુધારવા માટે દબાણ આવી રહ્યું છે.

મૂડીઝે ૨૦૦૪ બાદ પ્રથમ વાર ભારતનું સોવરેન રેટિંગ અપગ્રેડ કર્યું હતું, જ્યારે ફિચે આ અગાઉ ઓગસ્ટ-૨૦૦૯માં ભારતનું સોવરેન રેટિંગ બીબીબી માઇનસથી અપગ્રેડ કરીને સ્ટેબલ આઉટલુક સાથે બીબી પ્લસ કર્યું હતું.

You might also like
728_90