રેટિંગ એજન્સી ફિચે ભારતનું રેટિંગ જાળવી રાખ્યું

મુંબઇ: આજથી શરૂ થઇ રહેલ બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધવાની મજબૂત અપેક્ષા તથા ડોલરની મજબૂતાઇએ વૃદ્ધિમાં અવરોધ ઊભો થવાની શક્યતાઓ હોવા છતાં ભારત આર્થિક વિકાસ નોંધાવશે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતનું રેટિંગ જાળવી રાખ્યું છે. ફિચના રિપોર્ટ પ્રમાણે ભારત અને વિયેતનામ જેવા દેશમાં અનુકુળ માઇક્રો ઇકોનોમિક વિકાસની સંભાવનાઓ ધરાવે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે પબ્લિક ફાઇનાન્સમાં નબળાઇ હોવાથી રેટિંગમાં સુધારો થતાં અટકાવે છે. રેટિંગ એજન્સી ફિચે ભારતનું રેટિંગ બીબીબી સ્ટેબલ સૌથી નીચા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ પર જાળવી રાખ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ઊભરતા એશિયન દેશોમાં વૃદ્ધિ ૬.૫ ટકાથી વર્ષ ૨૦૧૬માં વૃદ્ધિ ધીમી પડીને ૬.૩ ટકા નોંધાશે.

You might also like