આવી ગઇ દિવ્યાંગો માટેની કાર, વ્હીલચેર સહિત બેસીને કરી શકશો ડ્રાઇવિંગ

દુનિયામાં શોધકર્તાઓ સતત પોતાની અવનવી શોધો દ્વારા લોકોને ચોંકાવતા રહે છે. સામાન્ય માનવી પણ પોતાની સુવિધાઓને લઇને દરેક પ્રકારની સફળ કોશિશ કરતો હોય છે. ત્યાં બીજી બાજુ શોધકર્તા પણ લોકોનાં જીવનને સુગમ અને સાર્થક બનાવવા માટે દરેક સંભવ કોશિશ કરે છે.

દિવ્યાંગોને માટે અત્યાર સુધી વ્હીલચેર એક માત્ર તેમનો સહારો હતો પરંતુ હંગરીની કેંગુરૂ નામની એક કંપનીએ એવી કાર રજૂ કરી છે કે જેમાં દિવ્યાંગ પોતાની વ્હીલચેર સાથે આસાનીથી એટલે કે સરળતાથી બેસી શકે છે અને ડ્રાઇવ પણ કરી શકે છે.

વ્હીલચેર પર બેસેલ વ્યક્તિ પહેલા લાચાર હતો અને હવે આ બાબત તેઓની સૌથી મોટી લાચારી કહેવાતી કેમ કે તેઓ એક જગ્યાએથી અન્ય જગ્યાએ સરળતાથી જઇ શકતા ન હોતાં. આપણી આસપાસ અનેક એવાં લોકો હશે કે જેઓ વ્હીલચેર પર છે.

તેઓ જ્યારે સંપૂર્ણ પરિવાર ક્યારેક કોઇક ટ્રીપ પર જવાની તૈયારી કરી રહ્યાં હોય છે તો વ્હીલચેર પર બેસેલ વ્યક્તિ ઘરની નજીક એક ખૂણામાં નિર્જીવ સામાનની જેમ પડી રહે છે. પરંતુ હવે તેવું નહીં થાય. કેંગારૂની આ નવી વ્હીલચેર ઇલેક્ટ્રિક કાર દિવ્યાંગ લોકો માટે એક વરદાનરૂપ છે.

આ કારમાં પાછળની તરફ એક મોટો દરવાજો આપવામાં આવ્યો છે કે જે સંપૂર્ણ રીતે ખુલી જાય છે અને દરવાજો ખુલ્યાં બાદ આમાં એટલો સ્પેશ પણ હોય છે કે જેમાં વ્હીલચેર સહિત વ્યક્તિને ડાયરેક્ટ કારમાં બેસાડી શકાય એમ છે.

You might also like