પ્રથમ વખત મતદાન કરનારા યુવાઓ માટે આજે યોજાશે ‘ફર્સ્ટ વોટર પાર્ટી’

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ ગાંધીનગર સહિત રાજ્યની કુલ ર૬ બેઠક માટે આગામી મંગળવાર તા.ર૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. દેશમાં ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ ગુજરાતમાં ચૂંટણી સંપન્ન થનાર હોઇ તે માટે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ બાકી રહ્યા હોઇ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે ‘વોક ફોર વોટ’નું આયોજન કરાયું છે.

આજે સાંજે ૬-૩૦ વાગ્યે વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી સુધી યોજાનાર ‘વોક વોર વોટ’નું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા કરાયું છે. આ ‘વોક વોર વોટ’માં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે. જેમાં ડો.વિક્રાંત પાંડે પણ જોડાવાના હોઇ તેનું સમાપન યુનિવર્સિટી ઉપાસના રંગમંચ ખાતે થશે.

ત્યાર બાદ સાંજે ૭-૦૦થી ૭-૩૦ સુધી ઉપાસના રંગમંચ ખાતે મતદાર જાગૃતિ થીમ હેઠળ મ્ય‌ુઝિકલ નાઇટ યોજાશે. જેમાં મતદાર જાગૃતિ માટેનો ગીત સંગીતનો કાર્યક્રમ રખાયો છે. આ ઉપરાંત ફર્સ્ટ વોટર પાર્ટીનું પણ આયોજન કરાયું હોઇ તેમાં ચારથી પાંચ હજાર યુવાનો ભાગ લેશે.

You might also like