ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, દેશનુ પ્રથમ માનવરહિત ટેન્ક તૈયાર, જાણો વિગત…

રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા માનવ રહિત, રિમોટ દ્વારા સંચાલિત ટેન્ક વિકસિત કર્યું છે. આ ટેન્ક દેખરેખ રાખવા, સુરંગ શોધવા તેમજ પરમાણુ તેમજ જૈવિક ખતરાનું સર્વેક્ષણ કરવામા સક્ષમ છે. આ ટેન્કને MUNTRA નામ આપવામાં આવ્યું છે. આ ટેન્ક દેશનું પ્રથમ માનવરહિત ટેન્ક છે.

મુંત્રા-એસનું નિર્માણ જમીન પર માનવરહિત દેખરેખ મિશન, MUNTRA-એમ સુરંગની શોધ અને MUNTRA-એન એવા વિસ્તારની શોધ કરે છે જ્યાં પરમાણુ અને જૈવિક હથિયાર મુકવામાં આવ્યાં હોય. આ ટેન્કનું પરીક્ષણ રાજસ્થાનના રણ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન સેનાએ આ ટેન્કનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. આ ટેન્કમાં દેખરેખ રાખતું રડાર, કેમેરો, લેજર રેન્જની ખબર લેતું ડિવાઇસ છે. આ ટેન્ક દ્વારા જમીન પર 15 કીમી સુધી દૂરના ભારે વાહન અંગેની જાણકારી મેળવી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like