લોકોની વિચારધારા બદલા યોજાયો પ્રથમ ટ્રાન્સજેન્ડર શો, જુઓ તસ્વીરોમાં..

 

લોકોની વિચારધારાને બદલા માટે પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું.  પંજાબ યૂનિવર્સિટી દ્વારા આ રીજનનો પ્રથમ ટ્રાન્સજેન્ડર ફેશન શો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોર્થ રીઝનના 40 ટ્રાન્સજેન્ડરોએ ફેશન શોમાં ભાગ લઇ અને રેમ્પ વોક કર્યું હતું. આ ફેશન શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ફેશનશોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા ઉત્તર પ્રદેશ, ચંદીગઢના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેઓ રેમ્પ પર બધાની સામે આવ્યાં કારણકે સમાજ તેમને સ્વીકારે.

આ શોમાં સ્પર્ધકોએ રેમ્પ વોક સાથે ડાન્સ અને સિગિંગ પણ કર્યું હતું. પોતાના ટેલેન્ટને લોકો સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે લોકોને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની પાસે પણ ટેલેન્ટ છે. એક ઉમદા મોડલની જેમ ટ્રાન્સજેન્ડરોએ રેમ્પ વોક કર્યું હતું. એક એનજીઓ દ્વારા આ ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

You might also like