21 ઓગસ્ટે થશે સૂર્ય ગ્રહણ, ભારે આર્થિક નુકસાનની આશંકા

ન્યૂ યોર્ક: સૂર્યગ્રહણ દરમ્યાન અમેરિકાને ભારે આર્થિક નુકસાન થવાની શક્યાતા છે. અંદાજ છે કે દરેક કર્મચાઓ આગામી સોમવારે થનારી આ ખગોળીય ઘટના જોવામાં લગભગ 20 મિનિટ ખર્ચ કરશે. આ સમયગાળા દરમિયાન અમેરિકન અર્થતંત્ર ઓછામાં ઓછું 69.4 કરોડ ડોલર (આશરે 4500 કરોડ રૂપિયા)નું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરાય છે.

આ આંકલન ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ નામની કંપનીએ કર્યુ છે. સૂર્યગ્રહણનો સમય લગભગ 2.30 મિનિટનો હશે. નિષ્ણાતોની માનીએ તો તે દરમિયાન દેશમાં 8.70 કરોડ કર્મચારીઓ કામ પર હશે. અચાનક કામ રોકાઈ જવાના કારણે કેટલાક મિનિટ માટે આઉટપુટ ઠપ્પ થઈ જશે જેના કારણે આશરે 70 કરોડ ડોલરનું નુકસાન થશે.

ચેલેન્જર દ્વારા આ આંકડો શ્રમ આંકડાકીય બ્યુરો દ્વારા 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કર્મચારીઓના પ્રતિ કલાકના નિર્ધારિત મહેનતાણાના આધાર પર નીકાળવામાં આવ્યો છે. જો કે નુકસાન વાર્ષિક મજૂરીની સરખામણીમાં ઓછો જણાવામાં આવ્યો છે. કોલેજ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ માર્ચ મેડનેસ, થેક્સગિવિંગ બાદ સાયબર મન્ડે અને સુપર બાઉલ બાદ આવનારા સોમવારમાં રજાઓને કારણે થતા આર્થિક નુકસાનથી આ સરખામણી કરવામાં આવી છે.

માર્ચ મેડનેસમાં પ્રતિ કલાક 61.5 કરોડ ડોલર (આશરે 3942 કરોડ રૂપિયા), સુપર બાઉલની બાદ આવનારો સોમવારમાં પ્રતિ દસ મિનિટમાં 29 કરોડ ડોલર (આશરે 1858 કરોડ રૂપિયા) અને સાયબર મન્ડેમાં દર 14 મિનિટ માટે 45 કરોડ ડોલર (આશરે 2884 કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થાય છે.

You might also like