પહેલી વખત પ્લાસ્ટિક બુલેટથી ઘાટીમાં પથ્થરબાજુ પર મેળવાશે અંકુશ

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં ઉપદ્રવીઓ સામે હવે પ્લાસ્ટિક બુલેટનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 1000 પ્લાસ્ટિક બુલેટ કાશ્મીર ઘાટીમાં મોકલી છે. સાથે સુરક્ષાદળોને આદેશ આપ્યો છે કે તેઓ ભીડને કાબુમાં કરવા માટે પેલેટ ગનનો ઉપયોગ ન કરે. પહેલી વખત કાશ્મીરમાં પત્થરબાજો અને ઉપદ્રવિયોને કાબુમાં કરના માટે સુરક્ષાદળોને પ્લાસ્ટિક બુલેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષાદળોને આદેશ આપવામાં આવ્યો છે કે હવે પેલેટ ગનનો ઉપયોગ અંતિમ વિકલ્પ તરીકે કરવામાં આવે. એટલે કે સુરક્ષાદળને લાગે કે હવે પરિસ્થિતિ બેકાબુ છે ત્યારે જ પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવે.

ગત સપ્તાહે જમ્મુ કશ્મીરમાં પેલેટ ગન વાપરવા પર પ્રતિબંધની માંગની એક અરજી પર સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને કહ્યું છે કે તેઓ ઉગ્રપ્રદર્શનકારીઓ સામે જલ્દી એક સિક્રેટ વેપનનો ઉપયોગ શરૂ કરશે. આ પહેલાં પેલેટ ગનને વપરાશમાં લેવામાં આવી. કેન્દ્ર સરકાર પ્રમાણે ગંદા પાણી, લેઝર ડેજલર અને વધારે અવાજ કરનારી મશીનોની પ્રદર્શન કારીઓ પર કોઇ જ અસર ન થાય ત્યારે અંતિમ વિકલ્પ માટે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવે.

સાથે જ કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે જમ્મુ કશ્મીરમાં થઇ રહેલા પ્રદર્શનનું દિલ્હીના જંતર-મંતર પર થનારા ઘરણા-પ્રદર્શન સાથે તુલના ન કરવામાં આવે. ઘાટીમાં પ્રદર્શનકારી સુરક્ષાદળો પર ગ્રેનેડ, પેટ્રોલ બોમ્બ, મોકટેલ બોમ્બથી હુમલો કરે. ભીડમાં છુપાઇને પાછળથી ગ્રેનેડ ફેકે છે. સરકારી અને ખાનગી સંપત્તિનું કારણ વગર નુકશાન કરે છે. કોઇ પણ સરકાર પોતાના નાગરીકને ઇજા પહોંચાડી શકે નહીં. તેથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સલામત વિકલ્પની પસંદગી કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like