વિશ્વમાં સૌ પ્રથમ વખત 11008 કુન્ડીય લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ

વિશ્વમાં સૌ પ્રથમ વખત મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો માટે 11008 કુન્ડીય લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું  આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આપણા ઋષિ-મુનિઓ દ્વારા પહેલા યજ્ઞ કરવામાં આવતા હતા. સમૃધ્ધ ભારત અને ભારત વિશ્વગુરૂ તરફથી વિશ્વશાંતિ, લોકકલ્યાણ અર્થે, સર્વધ્યેય ધન, વિદ્યા, આરોગ્ય પ્રાપ્તિ હેતુ માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વનો સૌથી મોટો મહાયજ્ઞ
તારીખ : 10 થી 16 ફેબ્રુઆરી 2019
શુભ સ્થળ : અમદાવાદ-રાજકોટ હાઇવે, અમદાવાદ, ગુજરાત, ભારત
આયોજક : ગુજરાત મહાયજ્ઞ સમિતિ, આત્મા આધ્યાત્મિક ઉર્જા શોધ સંસ્થાન

ઋષી, મુનિની તપસ્યા દ્વારા ઇશ્વરીય કૃપા પ્રાપ્ત ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યોને જ્ઞાન, શક્તિ, વિદ્યા, બુદ્ધિ, બળ, ધન, ધાન્ય-સંપત્તિ, સમૃદ્ધિ તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે ઘણા બધા સાધન બતાવામાં આવ્યાં છે. આ બધામાં યજ્ઞ જીવના કલ્યાણનું એક ઉત્કૃષ્ટ સાધન છે. વેદ ભાષ્યકાર આચાર્ય મહીશ્વરને કર્મોના કાર્યનું વર્ગીકરણ ચાર પ્રકારે કર્યું છે. જેમાં પ્રશસ્ત, અપ્રશસ્ત, શ્રેષ્ઠ તેમજ શ્રેષ્ઠતમ છે જેમાં સૌથી ઉત્તમ યજ્ઞને કર્મની શ્રેણીમાં રાખવામાં આવેલ છે.

યજ્ઞનો મહિમા અનંત છે. યજ્ઞથી ઉમર, આરોગ્યતા, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃધ્ધિ, ધન-ધાન્યાદિ, દરેક પ્રકારના રાજ-ભોગ, ઐશ્વર્ય, લૌકિક તેમજ પરલૌકિક મિલ્કતની પ્રાપ્તિ થાય છે.  યજ્ઞ કરવાથી વાયુમંડલ અને પર્યાવરણમાં શુધ્ધતા ફેલાતી હોવાનું વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે. યજ્ઞને વેદોમાં ‘કામધેન’ માનવામાં આવેલ છે. યજ્ઞને સર્વ કામના પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ તેમજ ‘સ્વર્ગની સીડી’ પણ કહેવામાં આવે છે. યજ્ઞનના અનેક પ્રકાર છે.

યજ્ઞને પરબ્રહ્મ પણ કહેવામાં આવે છે. યજ્ઞથી સમસ્ત કામનાઓ તેમજ સફળ પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેનો અર્થ છે ‘આહૂતિ, ચઢાવા’. યજ્ઞ મંડપની પરિક્રમા કરવા એ ઘણું મોટું દૈહિક તપ છે. આ પ્રકારના તપનું મહત્વ શાસ્ત્રોમાં સંપૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. યજ્ઞ માત્ર કર્મ-કાંડની વસ્તુ નથી પરંતુ બહુમુખી ચિકિત્સા પદ્ધતિ પણ છે.

વધુ માહિતી માટે અહિયાં click કરો 

You might also like