બ્રેઇનડેડ વ્યક્તિનાં અંગો સાથે સાથે હાડકાનું પણ અપાશે દાન

સુરત : ગુજરાતનો પહેલો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં બોર્ન બેંકને હાડકાનું પણ દાન કરવામાં આવ્યું હતું. સુરતની ડોનેટ લાઇફ સંસ્થા થકી અત્યાર સુધી કિડની, લિવર, આંખ અને હૃદયની સાથે આ પ્રથમ એવી ઘટનાં નોંધાઇ છે કે જેમાં હાડકાનું પણ દાન કરવામાં આવ્યું હોય. સુરત જિલ્લાનાં મહુવા ખાતે રહેલા ઘનસુખભાઇ પટેલનો અકસ્માત થતયો હતો. ત્યાર બાદ તેમને બારડોલી સિવિલ હોસ્પિટલ ખાસે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બ્રેઇન ડેડ જાહેર થવાનાં કારણે તેમનાં પરિવારનાં લોકો દ્વારા તેમનાં અંગોનું દાન કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેનાં પગલે તેમનાં અંગોનું દાન તો કરવામાં આવશે જ સાથે સાથે સુરતની બોર્ન બેંક દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેનાં પગલે તેમનાં પરિવારે તેમનાં હાડકાનું દાન કરવા માટેનો પણ નિર્ધાર કર્યો હતો અને તેમણે હાડકાનું દાન કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી.

ઘનસુખભાઇનાં પરિવારનાં કલ્પેશભાઇએ જણાવ્યું કે અમારા સ્વજન ભલે અમને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમનાં ગયા બાદ જો તેમના અંગો અન્યને નવજીવન આપી શક્યા હોત તો તે અમારા માટે ખુશીની આવત છે. અમને હોસ્પિટલનાં ડોક્ટર્સ દ્વારા પણ સમજાવવામાં આવ્યા હતા. જેનાં કારણે અમે ધનસુખભાઇનાં અંગોનું અને હાડકાઓનું દાન આપવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.

You might also like