સુરતમાં FRC દ્વારા 57 શાળાઓની પ્રથમ રાઉન્ડની ફી જાહેર કરાઇ

એફઆરસી દ્વારા સુરત ઝોનની પ્રથમ રાઉન્ડની ફી જાહેર કરવામાં આવી છે. સુરત ઝોનની 57 શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. જેમા સુરતની 25, ભરૂચની 16, વલસાડની 7, તાપીની 4, નર્મદાની 3 અને નવસારીની 2 શાળાઓનો સમાવેશ થાય છે.

આમાથી મોટા ભાગની શાળાઓની ફીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફી ઘટાડા મામલે સંચાલકો સાત દિવસમાં કમિટી સમક્ષ રજૂઆત કરશે. મહત્વનું છે કે, સુરતની મહત્વની શાળાઓની ફી જાહેર કરવાની બાકી છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી છે.

You might also like