Reliance Jioનો સૌથી પહેલા કોને આવ્યો વિચાર.., મુકેશ અંબાણીએ કર્યો ખુલાસો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના પ્રમુખ મુકેશ અંબાણીએ રીલાયન્સ jioની પાછળની વાર્તા પર પ્રકાશ પાડ્યો હતો. મુકશે અંબાણીએ જણાવ્યું હતું કે, આ વિચાર તેમની પુત્રી ઇશા અંબાણીના મનમાં આવ્યો હતો. મુકેશ અંબાણીએ આ વાત એક પુરસ્કાર સમારોહ દરમિયાન જણાવી હતી.

મુકેશ અંબાણીને આ સમારોહમાં પરિવર્તન લાવનાર ઉદ્યોગકર્મી તરીકે બોલાવવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, કેવી રીતે માત્ર બે જ વર્ષમાં jioએ ભારતને વિશ્વનું સૌથી મોટું મોબાઇલ બ્રોડબેન્ડ ડેટા ગ્રાહક દેશ બનાવી દીધો છે. મુકેશ અંબાણીએ આગળ જણાવ્યું કે. jio શરૂ કરવામાં 31 બિલિયન ડોલરનો ખર્ચો થયો હતો. અને જીઓની જ્યારથી શરૂઆત થઇ છે, ત્યારથી દેશમાં મોબાઇલ ફોન બજારે ધમાલ મચાવી દીધી છે. સાથે jio એ સમગ્ર દેશમાં મોબાઈલ કંપનીઓને કોલ અને ઇન્ટરનેટ દર ઘટાડવા માટે મજબુર કરી છે.

આ પ્રસંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, jioનો પ્રથમ વિચાર 2011માં તેમની પુત્રી ઇશા અંબાણીના મનમાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઇશા તે સમયે અમેરિકામાં અભ્યાસ કરતી હતી અને રજાઓ ગાળવા ભારત આવી હતી. તેમને આગળ જણાવ્યું કે, ઈશા ઇન્ટરનેટ દ્વારા કોઈ કામ શેયર કરવા માંગતી હતી, પરંતુ ઇન્ટરનેટ અટકી રહ્યું હતું ત્યારે તેણે કહ્યું કે, અમારા ઘરનું ઇન્ટરનેટ ખૂબ જ ધીમું છે અને અટકી અટકીને ચાલી રહ્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, ઈશા અને આકાશે તેમને ખાતરી આપી હતી કે, ભારતીય ઇન્ટરનેટના વધતા અવકાશને નકારી શકાય નહીં. ત્યારબાદ અમે 2016માં રિલાયન્સ jio લોન્ચ કર્યું, અને તે પછી શું થયું તે કોઈનાથી છુપાયેલું નથી. તેમણે કહ્યું કે, આના દ્વારા 2019માં ભારતને 4G નેતા બનશે, અને હવે તે 5G માટે પણ તૈયાર છે.

You might also like