પહેલી મેથી મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન મળશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મેના રોજ વડા પ્રધાન ઉંજ્જવલા યોજનાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન મળશે. આ યોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા પરિવારોને ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવશે, પરંતુ આ ગેસ કનેક્શન આ પરિવારોની મહિલાઓના નામે જ આપવામાં આવશે.  સરકારનું લક્ષ્ય ત્રણ વર્ષમાં પાંચ કરોડ બીપીએલ પરિવારોને વિનામૂલ્યે એલપીજી કનેક્શન આપવાનું છે. આ યોજનાનો આરંભ ઉત્તર પ્રદેશના બલિયાથી કરવામાં આવશે.

આ માટે સંબંધિત બીપીએલ પરિવારના તમામ સભ્યોના નામે આધારકાર્ડ હોવું જરૂરી છે. ગ્રાહકો ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે. બીપીએલ રેશનકાર્ડ, બેન્ક પાસબુકની સાથે ત્રણ ફોટો બીડીને અરજી કરવાની રહેશે. સાથે પરિવારના તમામની આધારકાર્ડની નકલ પણ બીડવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગેસ એજન્સીઓ ગેસ કનેક્શનની સાથેસાથે રેગ્યુલેટર, રબર ટ્યૂબ, સગડી વગેરે તમામ સામાન વિનામૂલ્યે આપશે. ઇન્ડેન વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે ગેસ કનેકશન આપશે. એચપીસીએલ ગ્રાહકોને એક સિલિન્ડર, એક રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝિટ, કાર્ડ અને સેફ્ટી હોઝ વિનામૂલ્યે આપશે.

You might also like