3 કરોડના ખર્ચે જયપુરમાં બનશે દેશનું પ્રથમ ‘શિવ મ્યૂઝિયમ’

જયપુર: રાજસ્થાનમાં શિવ મ્યૂઝિયમ બનવા જઇ રહ્યું છે, રાજ્ય સરકારે તેનું માળખું તૈયાર કરી લીધું છે. સંભવત: આ દેશનું પ્રથમ એવું મ્યુઝિયમ હશે જ્યાં ફક્ત ભગવાન શિવ સાથે જોડાયેલા ચિત્રો, મૂર્તિઓ અને ધાર્મિક સાહિત્યને શણગારીને રાખવામાં આવશે. પુરાતત્વ તથા સંગ્રહાલય વિભાગે શિવ સંગ્રહાલયનો પ્રસ્તાવ તૈયાર કરી ડીપીઆર તૈયાર કરી લીધું છે.

બે માળનું હશે મ્યૂઝિયમ
પુરાતત્વ તથા સંગ્રહાલય વિભાગના અનુસાર જલમહેલની પાસે જૂના ગોવિંદદેવજી મંદિરની પાસે બનનાર શિવ મ્યૂઝિયમનો ખર્ચ લગભગ 23 કરોડ રૂપિયા થશે. ડીપીઆરના અનુસાર નિર્માણ લગભગ 4480 વર્ગ મીટર જમીન પર બનશે. તેના માટે બેસમેંટ અને બે માળનું નવું ભવન બનાવવામાં આવશે. તેનું મુખ્ય આકર્ષણ ડિસ્પ્લે ગેલેરી હશે, તેમાં ભગવાન શિવ સાથે ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવશે. અહીંયા પર્યટકો માટે ઓડિયો ગાઇડ કેબિન, સુવેનિયર શોપ અને ક્લોક રૂમ પણ હશે.

આ ટિકિટના ભાવ
ડીપીઆરના અનુસાર શિવ મ્યૂઝિયમમાં આવનાર પ્રવાસીઓ માટે ટિકિટ દરનો પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતીય પર્યટકો- 40 રૂપિયા
વિદ્યાર્થી- 20 રૂપિયા
વિદેશી- 300 રૂપિયા
એનઆરઆઇ- 150 રૂપિયા

આ થશે પ્રદર્શિત
પુરાત્વ અને સંગ્રહાલય વિભાગના પ્રસ્તાવના અનુસાર રાજસ્થાનમાં ભગવાન શિવના મંદિર મોટી સંખ્યામાં છે, જેમાં શિવ સાથે જોડાયેલા સ્કલ્પચર, પેટિંગ્સ અને ધાતુથી બનેલી પ્રતિમાઓ પ્રચુર માત્રામાં છે. મ્યૂઝિયમમાં ભગવાન શિવ સાથે જોડાયેલી ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવશે.

You might also like