તાપસીની ફિલ્મ ‘રનિંગ શાહી.કોમ’નું ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઇઃ તાપસી પન્નૂ સ્ટાર ફિલ્મ ‘રનિંગ શાદી ડોટ કોમ’નું ફર્સ્ટ લૂક ટ્વિટર પર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં તાપસી ખૂબ જ ફની રોલમાં જોવા મળશે.

તાપસી પન્નૂ અને અમિત સાથની આ ફિલ્મનું નિર્દેશન અમિત રોયે કર્યું છે. આ ફિલ્મ ત્રણ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

અભિનેત્રી તાપસીએ હાલમાં જ અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ ‘નામ શબાના’નું શૂટિંગ પૂરૂ કર્યું છે. આ સિવાય તાપસી ફિલ્મમેકર ડેવિડ ધવનની ફિલ્મ જુડવાની સિક્વલમાં વરૂણ ધવન સાથે જોવા મળશે.

You might also like