ફિલ્મ ‘રાબ્તા’નું ફર્સ્ટ લુક

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનની આગળની ફિલ્મ ‘રાબ્તા’ની પહેલી ઝલક રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનું જિનેશ વિજાન નિર્દેશન કરી રહ્યા છે.

‘રાબ્તા’ શબ્દનો અર્થ થાય છે, એક એવું બંધન અથવા સંબંધો જેની કોઇ વ્યાખ્યા હોઇ શકે નહીં. અને ફિલ્મનો આ પહેલો ફોટો કંઇક આવું જ કહેતો જોવા મળે છે. ટી-સીરિઝ અને મેડોક ફિલ્મ્સના દ્વારા એને પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે.


આ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મની શરૂઆતની સાથે સુશાંત અને કૃતિ સેનનવી વચ્ચે અફેરની કિસ્સા પણ શરૂ થઇ ગયા છે. જો કે બંનેએ દરેક મીડિયાની સામે પોકાના સંબંધને નકાર્યા છે. પરંતુ હાલના દિવસોમાં તેઓ કંઇકને કંઇક એવું કરી રહ્યા છે જેનાથી એમના અફેરના કિસ્સાને વધારે મજબૂત બનાવતા નજરે પડે છે. તાજેતરમાં જ સમાચાર પ્રાપ્ત થયા હતા કે સુશાંતએ દોઢ કરોડની ગાડી ખરીદી અને આ કારમાં સુશાંત સૌથી પહેલી પોતાની કથિત ગર્લફ્રેન્ડને જ લોંગ ડ્રાઇવ પર લઇને નિકળ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like