કપિલના શોનો પહેલો પ્રોમ

કોમેડી નાઇટ્સ વિથ કપિલના કપિલે તેના કોમેડી અંદાજ દ્વારા દર્શકોના દિલમાં અનોખુ સ્થાન જમાવી દીધું છે, જો કે તેનો શો બંધ થવાનો છે તે જાહેરાત સાથે તેના દર્શકો નિરાશ પણ થઇ ગયા હતા. ત્યારે પોતાના દર્શકો માટે કપિલ એક નવો શો “ધ કપિલ શર્મા” સાથે ફરી એક વખત આવી રહ્યો છે. સોની ટીવી પર 23 એપ્રિલથી આ શો પ્રસારીત થવાનો છે. શોમાં કપિલની આખી ટીમ એક વખત ફરી તેની સાથે જોવા મળેશે માત્ર “બુઆ”ને છોડીને. શોમાં તેમના જુના શોના બધા જ જાણીતા ચહેરા ગુથ્થી(સુનીલ ગ્રોવર), પલક (કીકૂ શારદા), દાદી (અલી અસગર), અને મંજૂ શર્મા (સુમોના ચક્રવર્તી) જોવા મળશે. આ સાથે જ પોતાની જોરદાર શાયરિઓ સાથે લોકોને તાલીઓ પાડવા મજબુર કરી દેતા નવજોતસિંહ સિંધુ પણ આ શોમાં જોવા મળશે. તો નજર કરીએ કપિલના શોના પ્રોમ પર..

You might also like