2000ની નોટ જોઇ લીધી, હવે 20,100 અને 150ના નવા સિક્કા જોઇલો

નવી દિલ્હીઃ 2000 હજારની નવી નોટને લોકોએ જોઇ લીધી. નવા રૂપરંગ સાથેની આ નોટને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ત્યારે હવે આગામી સમયમાં ચલણમાં આવનાર 20, 100 અને 150ના સિક્કાઓને પણ એક વખત જોઇલો. સોશીયલ મીડિયામાં નવા સિક્કાનો ફસ્ટ લૂક જોવા મળ્યો છે. જે જોવામાં સારા લાગી રહ્યાં છે અને ખૂબ જ જલ્દી તે પણ બજારમાં આવશે તેવી વાતો સંભળાઇ રહી છે.

રિઝર્વ બેંક જલ્દી તેને ચલણમાં લાવશે તેવું જાણવા મળી રહ્યું છે. 2000ની નોટની જેમ આનો દેખાવ પણ બિલકુલ અલગ છે. આ અત્યંત પોલીશ કરેલા સિક્કા છે. આ સિક્કાનો રંગ અલગ અલગ છે. 20નો સિક્કો સુસ્ત ચાંદી જેવો છે. 100નો સિક્કો ચમકદાર ચાંદી જેવો છે. જ્યારે 150નો સિક્કો ગોલ્ડ કલરનો અને ચમકીલો છે.

જે રીતે 2000 અને 500ની નવી નોટો માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ સુરક્ષીત છે. જેની કોપી કરવી મુશ્કેલ છે. તેની કોપી પાકિસ્તાન પણ નહીં કરી શકે. ત્યારે આ સિક્કાઓની રચના પણ એવી છે કે તેની કોપી કરવી પણ મુશ્કેલ છે.

You might also like