ઈન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં પહેલી વાર જજની પેનલમાં માત્ર રોબોટ જોવા મળશે

ધીમે ધીમે અાપણા જીવનમાં હવે રોબોનો પગપેસારો થવા લાગ્યો છે. રોબો કાર ચલાવે છે, કુકિંગ કરે છે, રિસેપ્શનિસ્ટનું કામ પણ કરે છે. કુદરતી હોનારત વખતે બચાવકાર્યમાં પણ જોડાય છે. મશીનની અાર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જજ તરીકે પણ કામ કરશે. વિશ્વની સૌથી પહેલી ઈન્ટરનેશન બ્યુટી કોન્ટેસ્ટ લોન્ચ થવાની ત્યારે જજની પેનલમાં માત્ર રોબો હશે. અા બ્યુટી કોન્ટેસ્ટમાં સ્પર્ધકોએ સેલ્ફી લેવાનું રહેશે અને કોન્ટેસ્ટની વેબસાઈટ પરથી ખાસ એપ દ્વારા સબમિટ કરવાનો છે. અા એપમાં ચહેરાને ઓળખવા અને અલગ તારવવાની અનોખી તરકીબો સમાયેલી છે.

You might also like