અમેરિકામાં પ્રથમ વાર ભારતીય મૂળનાં રહેવાસીને થશે ફાંસી

અમેરિકામાં મૂળ ભારતીય વ્યક્તિને મોતની સજા આપવાનું નક્કી કરી દેવાયું છે. અમેરિકામાં મૂળ ભારતીયને મોતની સજા આપવાની તારીખ 23 ફેબ્રુઆરી નક્કી કરી દેવામાં આવી છે. આ વ્યક્તિ પર એક બાળકી અને એની પોતાની દાદીની હત્યા કરવાનો આરોપ સાબિત થઇ ચૂક્યો છે.

32 વર્ષનાં રઘુનંદન યંદામુરીને વર્ષ 2014માં 61 વર્ષની ભારતીય મહિલા અને એની 10 મહિનાની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરવાનાં આરોપમાં મોતની સજા સંભળાવી હતી. રઘુનંદનને જો કે ફાંસીમાંથી રાહત મળવાની સંભાવના છે કેમ કે પેન્સિલવેનિયાનાં ગવર્નર ટૉમ વોલ્ફ 2015માં ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી ચૂકેલા છે.

રઘુનંદન પહેલા ભારતીય મૂળનો અમેરિકન છે કે જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આંધ્રપ્રદેશનો રહેવાસી રઘુનંદન એચ-1 વીઝા પર અમેરિકા આવ્યો હતો. એની પાસે ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર સાયન્સ એન્જીનીયરિંગમાં એડવાન્સ ડિગ્રી પણ છે.

You might also like