એક એવી મસ્જિદ કે જ્યાં સાઇન લેંગ્વેજથી શીખવવામાં આવે છે નમાઝ

મલ્લપુરમ: સામાન્ય રીતે મસ્જિદમાં નમાઝની શરૂઆત લાઉડ સ્પીકરમાં આઝાન સાંભળ્યા બાદ કરવામાં આવે છે. ત્યારે એક એવી મસ્જિદ છે કે જ્યાં દર શુક્રવારે નમાઝ સાઇન લેંગ્વેજ દ્વારા શીખવવામાં આવે છે. દેશમાં પહેલીવાર આવી અનોખી મસ્જિદ તૈયાર કરવામાં આવી છે, જ્યાં દરેક શુક્રવારે ખાસ મૂકબધિરોને આ રીજે નમાઝ પઢવામાં મદદ કરવામાં આવે છે. જે લોકો બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા તેમના માટે કેરળમાં આ ખાસ મસ્જિદ બનાવવામાં આવી છે. મલ્લપુરમના પુલિક્કલમાં સોમવારે મસ્જિદ અલ-રહમાનું ઉદ્ઘાટન થયુ. પાંચ એકર જમીન પર બનેલી આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન થનારા ખુત્બાને સાઈન લેંગ્વેજમાં અનુવાદ કરવામાં આવશે.

આ ભારતની પહેલી એવી મસ્જિદ છે. જ્યાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ પ્રકારની નમાઝ દરમિયાન થનારા ઉપદેશ માટે પણ સાઈન લેંગ્વેજના નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે. કોઈને તકલીફ ન થાય તે માટે મસ્જિદની દીવાલ પર એલસીડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ મસ્જિદમાં એકસાથે 500 લોકો નમાઝ પઢી શકે છે. શુક્રવારની નમાઝ દરમિયાન જે લોકો સાંભળી નથી શકતા તેમના માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. મસ્જિદના શૌચાલયોમાં રૈંપ્સ, આર્મ રેસ્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે અને વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મસ્જિદના નિર્માણનું કામ 2016માં શરુ થયુ હતુ. મસ્જિદને બનાવવામાં 75 લાખ રુપિયા ખર્ચો થયો છે.

http://sambhaavnews.com/

You might also like