૨૬મીઅે દેશની પહેલી સોનાની ખાણની હરાજી થશે

નવી દિલ્હી: છત્તીસગઢમાં આગામી ૨૬ ફ્રેબ્રુઆરીઅે સોનાની ખાણની હરાજી કરવામાં આવશે. જ્યારે ઓરિસામાં બીજી માર્ચે આયર્ન ઓર બ્લોકની હરાજી કરવામાં આવશે. અેક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વર્તમાન હરાજીમાં સોના અને આયર્નની ખાણ માટે આ પ્રકારની પહેલી હરાજી હશે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોનાની ખાણની હરાજી ૨૬ ફ્રેબ્રુઆરીઅે તથા આયર્ન ઓર ખાણની હરાજી બીજી માર્ચે કરવામાં આવશે. અત્યાર સુધી હરાજી માટે રજૂ કરવામાં આવેલા ૪૬ બ્લોકમાંથી રાજ્ય માત્ર ચાર ચૂનાના પથ્થરના બ્લોકની જ સફળ હરાજી કરાવી શક્યું છે, તેમાંથી સરકારી ખજાનાને ૬૭૦૦ કરોડ રૂપિયા મળવાની આશા છે. સોનાની જે બે ખાણની હરાજી કરવાની છે તેમાં અેક છત્તીસગઢ અને અેક ઝારખંડમાં છે.

ઝારખંડમાં સોનાની ખાણ ઉપરાંત તાંબુ, મેંગેનીઝ, બોકસાઈટ, ગ્રેફાઈટ સહિત કુલ ૨૦ ખાણની હરાજી કરવામાં આવશે. ખાણ અને ભૂસ્તર વિભાગ દ્વારા હરાજી કરવાની તૈયારી ચાલી રહી છે. વિભાગ દ્વારા પૂર્વમાં સિંહભૂિમ સ્થિત સોનાની ખાણ અને બે લાઈમ સ્ટોન ખાણની હરાજી શરૂ કરવામાં આવી છે.

You might also like