પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ૩૧મી ડિસેમ્બર શરૂ થશે

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અથવા તરતા રેસ્ટોરન્ટનું ૩૧મી ડિસેમ્બરના દિવસે ખોલી દેવામાં આવશે. મધ્ય ગુજરાતના ભરુચ ખાતે પ્રથમ આ પ્રકારના રેસ્ટોરન્ટની શરૂઆત થવા જઇ રહી છે. આ રેસ્ટોરન્ટ નર્મદા નદીના બોટમાં રહેશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ૩૧મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવનાર છે. નર્મદા નદીના કિનારે સ્થિત નર્મદા પાર્કમાં લાઇવ કોન્સર્ટ સાથે આની શરૂઆત કરવામાં આવશે. આને લઇને પહેલાથી જ ઉત્સુકતા દેખાઈ રહી છે. એક્વેટિકા રિવરફ્રન્ટ કંપનીના પ્રોપરાઇટર બંસીભાઈ પટેલ દ્વારા આને આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રોજેક્ટ બે કરોડથી વધારાનો છે.

બોટ ઉપર આધારિત રેસ્ટોરન્ટને ગોલ્ડન બ્રિજ અને કબીર વાડ વચ્ચે નર્મદા નદીમાં કરવાની મંજુરી અપાઇ છે. ભરુચ સ્થિત કિશનભાઈ પટેલ જે આ પ્રોજેક્ટના મેનેજર છે તેમના કહેવા મુજબ ગુજરાતમાં પ્રથમ પ્રકારના આ રેસ્ટોરન્ટમાં સંગીત સાથે એક સાથે ૬૫ લોકો ભજનની મઝા માણી શકશે. નર્મદા નદીમાં ૩.૫-૪ ફૂટ પાણીની સપાટી રહેશે તો જ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મઝા માણી શકાશે. શરૂઆતમાં ઓપરેટરો માત્ર ગ્રુપ બુકિંગ સ્વીકાર કરશે. ત્યારબાદ વ્યક્તિગતોને પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટના અનુભવને માણવાની તક મળશે. પ્રવાસીઓ માટે આ એક સ્થળ સમાન બની રહેશે. પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે તેમ માનવામાં આવે છે. મુખ્ય આકર્ષણ તરીકે ભરુચમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની શકે છે.

You might also like