ખુલી ગયો દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ જાણો શું છે ખાસિયત?

નવી દિલ્હી: ભારત એવો દેશ છે જ્યાં સેક્સ જેવા શબ્દોનો ઉપયોગ બંધ રૂમમાં જ કરવામાં આવે છે. અહીં લોકો યૌન સંબંધો, તેના સાથે સંકળાયેલી મુશ્કેલીઓ અને યૌનરોગોને લઇને ખુલીને બોલતા નથી. લોકોને જો મેડિકલ સ્ટોરમાંથી કોન્ડોમ ખરીદવો હોય તો પણ રાહ જુએ છે કે ક્યારેથી બાકીના લોકો જતા રહે. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવામાં આવે છે કે દુકાનદાર તેમની વાતને ઇશારામાં સમજી લે. જ્યાં ખુલ્લેઆમ કોન્ડોમ બોલવામાં લોકો ખચકાઇ છે ત્યાં કોન્ડોમનો શો રૂમ ખુલી જાય તો શું થશે.?

હા, આવું બન્યું છે. દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ ખુલી ચૂક્યો છે. ગોવામાં દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ ખુલી ગયો છે. કોન્ડોમ શોરૂમમાં તમને ફક્ત કોન્ડોમ સાથે જોડાયેલી વાતો વિશે જ નહી, પરંતુ તેની સાથે-સાથે તમારી સેક્સ સમસ્યાઓના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે. તમને જણાવી દઇએ આ કોન્ડોમ શોરૂમ સાથે સંકળાયેલી કેટલી ખાસ વાતો.

પુરૂષો કરતાં મહિલાઓની વધુ સંખ્યા
મહિલાઓ કોન્ડોમ ખરીદવામાં ખૂબ જ ખચકાતી હોય છે, પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે ગોવામાં ખુલેલા આ કોન્ડોમ શોરૂમમાં પુરૂષો કરતાં મહિલાઓ વધુ જોવા મળી રહી છે.

ઉમદા હેતુ સાથે ખોલવામાં આવ્યો શોરૂમ
શોરૂમ ખોલવા પાછળ ઉમદા હેતું છે. આ શોરૂમ એટલા માટે ખોલવામાં આવ્યો છે જેથી દેશમાં તેને જોઇને લોકો સેફ સેક્સ પ્રત્યે જાગૃત થઇ જાય. લોકોનો ખચકાટ દૂર થાય.

બિન્દાસ આવે છે કપલ
આ શોરૂમ નવા કપલ્સ માટે જાણીતો છે. નવદંપત્તિ અહીં પોતાની નાની-નાની પરેશાનીઓના પ્રશ્નોના જવાબ લેવા માટે આવે છે. તેમને સુરક્ષિત સંબંધો વિશે માહિતગાર કરવામાં આવે છે.

મહિલાઓને વાત કરવાની આઝાદી
આ કોન્ડોમ સેન્ટરમાં કોઇપણ જઇને સેક્સ સાથે સંકળાયેલી નાની-નાની વાતોને પણ શેર કરી શકે છે. સેક્સ સાથે સંકળાયેલી વાતોનો જવાબ અહીં કામ કરનાર કર્મચારી આપશે.

સ્ટાફને સ્પેશિયલ ટ્રેનિંગ
દેશના આ પ્રથમ કોન્ડોમ શોરૂમ વિશે સ્ટાફને સેક્સ સાથે સંકળાયેલા દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમાં સેક્સથી થનાર ઇન્ફેક્શન અને કોઇપણ સમસ્યાનો સમાવેશ થાય છે.

You might also like