ભારતીય વૈજ્ઞાનિકોની કમાલ, હવે 50 ગણું વધુ ઝડપી ચાલશે ઇન્ટરનેટ

વોશિંગ્ટન: વૈજ્ઞાનિકોએ ડેટા ટ્રાંસફરની દુનિયામાં હવે એક નવી પહેલ તરફ પગલું આગળ માંડ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો સહિતની ટીમે એક એવી માઇક્રોપ્રોસેસર ચિપ તૈયાર કરી તેનો ઉપયોગ હવે વિદ્યુતના બદલે પ્રકાશના માધ્યમથી કરીને ડેટા ટ્રાંસફર કરી શકાય છે. આ ચિપની મદદથી વધુ ઝડપી અને શક્તિશાળી કોમ્યુટર તથા નેટવર્કનો ઇંફ્રા તૈયાર કરવાનો રસ્તો ખુલી શકે છે.

અમેરિકન યૂનિવર્સિટી ઓફ કોલોરેડો બોલ્ડરના પ્રોફેસ્રા મિલોસ પોપોવિકે જણાવ્યું હતું કે ‘’પ્રકાશના બેસ પર આધારિત ઇંટીગ્રેટેડ સર્કિટ સ્માર્ટફોન, સુપર કોમ્યુટર અને મોટા ડેટા સેન્ટરની દુનિયા માટે એક મોટું પગલું છે અને તેમાં પરિવર્તન લાવી શકાય છે.’

આના માધ્યમથી મોટાપાયે ડેટાનું આદન-પ્રદાન સંભવ છે. નવી ચિપની બેંડવિડ્થ ડેંસિટી 300 ગીગાબાઇટ પ્રતિ સેકેંડ પ્રતિ મિમિ છે જે વિજળીથી ચાલનાર માઇક્રોપ્રોસેસરથી 10 થી 50 ગણું વધુ છે.

આજકાલ લેપટોપ કે સુપર કોમ્યુટર દરેક જગ્યાએ પારંપારિક ચિપનો ઉપયોગ એકબીજા સાથે સંવાદ કરવા અને સૂચાનોના આદન-પ્રદાન માટે ઇલેક્ટ્રિકલ સર્કિટનો ઉપયોગ કરે છે. પરંતુ તેની ગતિ અને ડેટા ટ્રાંસફરની સીમામાં એક મોટું મુશ્કેલી આવી રહ્યું છે. અને મુશ્કેલીના સમાધાન માટે વૈજ્ઞાનિક રાજેશ કુમાર અને અન્ય વૈજ્ઞાનિકોએ પ્રકાશ આધારિત ટેકનિક પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

સૂચનાઓને વિદ્યુતના બદલે પ્રકાશના માધ્યમથી મોકલવાથી માઇક્રોચિપ પર ઉર્જાનું દબાણ ઓછું થઇ જાય છે. પ્રકાશને સીમિત ઉર્જામાં લાંબા અંતર સુધી મોકલવું સંભવ છે. પ્રકાશ આધારિત સંચારનો એક મોટો ફાયદો એ પણ છે કે તેની મદદથી પ્રકાશના અલગ-અલગ રંગોની મદદથી એક સાથે એક માધ્યમથી સમાન અંતરે અલગ-અલગ ડેટાને મોકલવો શક્ય છે.

You might also like