ગુજરાતમાં બ્લૂ વ્હેલ ગેમે કર્યો પગપેસારો, પાલનપુરનાં યુવકે નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, જુઓ VIDEO

અમદાવાદઃ અનેક દેશોમાં હાહાકાર મચાવનાર બ્લૂ વ્હેલ ગેમે હવે ગુજરાતમાં પણ પગપેસારો શરૂ કર્યો છે. જેમાં પાલનપુરનાં માલણ ગામનો એક યુવક આ ખતરનાક બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બન્યો છે. બ્લુ વ્હેલને કારણે મોત થવાનો પહેલો કેસ ગુજરાતમાં સામે આવ્યો છે.

આ યુવક બ્લૂ વ્હેલ ગેમનું છેલ્લું સ્ટેજ પાર કરી અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. જો કે યુવકે આપઘાત પૂર્વે તેનાં ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે જીવનથી ત્રાસી જઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કરે છે. સાથે એવો પણ ઉલ્લેખ કરે છે કે તે મોબાઈલમાં બ્લૂ વ્હેલ ગેમ રમતો હતો અને બ્લૂ વ્હેલ ગેમનાં છેલ્લા સ્ટેજ પર હતો.

આ વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે તે તેની માતા અને બહેનને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે એવો પણ ઉલ્લેખ કરે છે કે તેની બેગમાં 46 હજાર રૂપિયા છે, મોબાઈલ છે કે જે તેની માતાને આપી દેવામાં આવે. અને સાથે માફી પણ માંગતા કહે છે કે તે માતા અને બહેનને છોડીને જાય છે.

પોતે બ્લૂ વ્હેલ ગેમનાં છેલ્લાં સ્ટેજમાં હોવાથી આપઘાત કરવાનો ઉલ્લેખ કરે છે અને આ વીડિયો અપલોડ કર્યાનાં થોડા જ કલાકો બાદ આ
યુવક પોતાનું જીવન ટૂંકાવી દે છે.

યુવકે પોતે કહેલાં શબ્દોઃ

મેં બ્લુ વ્હેલ ગેમ ડાઉનલોડ કરી હતી,
આજે મારો લાસ્ટ સ્ટેજ છે,
હું આત્મહત્યા કરી રહ્યો છું,
મને માફ કરી દેજો,
હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું.

અમદાવાદઃ બ્લૂ વ્હેલ ગેમનો આતંક
ગુજરાતમાં કર્યો બ્લૂ વ્હેલ ગેમે પગપેસારો
પાલનપુરનાં યુવકે કર્યો આપઘાત
અમદાવાદનાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું
યુવકે બ્લૂ વ્હેલ ગેમનાં છેલ્લા સ્ટેજ બાદ કર્યો આપઘાત
આપઘાત પૂર્વે ફેસબુકમાં પોસ્ટ કર્યો વીડિયો
વીડિયોમાં પરિવારજનો પાસે માંગી માફી

You might also like