Categories: Tech Trending

4G VoLTE સાથે લોન્ચ થયો પહેલો એન્ડ્રોઇડ Go ફોન, મેળવી શકશો ફક્ત રૂ.2,400માં

LAVA Z50more
LAVA Z50more
LAVA Z50more

ભારતીય મોબાઇલ નિર્માતા કંપની Lavaએ પોતાનાં પહેલા એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન Lava Z50ને બજારમાં ઉતારી દીધેલ છે. આ ફોનને કંપનીએ ફેબ્રુઆરી 2018માં બર્સિલોનામાં થયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કર્યું હતું.

આમ તો આ સ્માર્ટફોનની કિંમત 4,400 રૂપિયા છે પરંતુ આ ફોન આપને માત્ર 2,400 રૂપિયામાં મળી શકે છે. આ ફોન બ્લેક અને ગોલ્ડ કલર વેરિયેંટમાં મળશે. એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો એન્ડ્રોઇડ ઓરિયો (ગો એડિશન)ને ખાસ રીતે ઓછી રૈમવાળાં સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવેલ છે.

એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.0નો અનુભવ મળશે. ઓરિયોનું આ લાઇટ વર્ઝન 512MBથી 1GB રેમ સુધી સ્માર્ટફોનમાં આસાનીથી કામ કરશે અને સ્ટોરેજની સમસ્યા પણ નહીં સર્જાય.

Lava Z50નાં સ્પેશિફિકેશનની વાત કરીએ તો આમાં 4.5 ઇંચની ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યુશન 854×480 પિક્સલ છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન છે. આ સિવાય આ ફોનમાં 1.1 ગીગાહર્ટ્ઝનું મીડિયાટેનું MT6737M પ્રોસેસર, ગ્રાફિક્સલનાં માટે એડ્રેનો 304 GPU, 1GB રેમ અને 8GB સ્ટોરેજ છે કે જેને 128GB સુધી વધારી શકાશે.

આ ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.0નું હલકું વર્ઝન એન્ડ્રોઇડ ગો આપ્યું છે. સ્માર્ટફોનમાં MyAirtel App, Airtel TV, Wynk Music, ગૂગલ ગો, મૈપ્સ ગો, યૂટ્યૂબ ગો જેવી એપ પ્રી-ઇંસ્ટોલ્ડ જેવી એપ પ્રી-લોડેડ મળશે.

ફોનમાં 5 મેગાપિક્સલનું રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. બંને કેમેરા સાથે LED ફ્લેશ લાઇટ મળશે. ફોનની સાથે 2 વર્ષની વોરંટી પણ મળશે. કનેક્ટિવિટીનાં માટે ફોનમાં ડુઅલ સિમ, 4G VoLTE, WiFi 802.11 b/g/n, બ્લુટૂથ 4.0 અને 2000mAhvની બેટરી છે. ફોનનું વેચાણ બિક્રી લાવાની વેબસાઇટથી થઇ રહ્યું છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

12 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

13 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

13 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

13 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

14 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

14 hours ago