અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અંગત બાબતોને લઇને યુવક પર ફાયરિંગ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં બાઈક પર આવેલા શખ્શે બે રાઉન્ડ ફાયશરગ કરી ફરાર થઈ ગયો હતો. ફાયશરગમાં જાવેદના પેટના ભાગે એક ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે, સરખેજમાં રહેતા જાવેદ પટેલના સાસુ તથા સાળીને કોઈએ ફોન પર ધમકી હતી. જેથી જાવેદ અને તેની પત્ની ફતેવાડી પોતાની સાસરે પહોંચ્યા હતા. જ્યાં બાઈક પર આવેલા શાહરૂખ નામના શખ્શે જાવેદ પટેલ પર ફાયશરગ કર્યુ હતુ અને ફરાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફાયરિંગ કરનાર શાહરૂખનો ભાઈ સલમાન અને જાવેદ પટેલની સાળી એક સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે અફેર હોવાની વાત પ્રસરી હતી. જેના પગલે શાહરૂખે જાવેદની સાળીને ઘરે આવીને માર માર્યો હતો. જેથી જાવેદે શાહરૂખે આ બાબતે સમજાવતા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

You might also like