પેરિસમાં પાેલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ કરી બે હુમલાખાેર ફરાર

પેરિસ: પેરિસના ઉત્તર વિસ્તારમાં પાેલીસના અેન્ટીટેરરિસ્ટ આેપરેશન દરમિયાન પાેલીસની ટીમ પર ફાયરિંગ થયાના અહેવાલ છે, તેમાં અેક પાેલીસ કર્મચારીને ઈજા થઈ છે. આ દરમિયાન અે વાતને સમર્થન મળ્યું છે કે પેરિસના હુમલામાં નવમાે હુમલાખાેર પણ સામેલ હતાે અને શક્ય છે કે ૨૬ વર્ષીય સાલહ અબ્દેસલામ સાથે અેક બીજાે અજાણ્યાે હુમલાખાેર પણ ફરાર થઈ ગયાે હશે.

આ ઘટના બાદ ફ્રાન્સમાં પાેલીસે હુમલાખાેરાેની તપાસ કરવા અનેક લાેકાેની ધરપકડ કરી છે અને હથિયારાે જપ્ત કર્યાં છે. પાેલીસે આત્મઘાતી હુમલાે કરનારા ત્રણ હુમલાખાેરમાંથી અેકની તસવીર પણ રજૂ કરી છે. તપાસમાં અેવું જાણવા મળ્યું છે કે આ વ્યકિત આ વર્ષે પ્રવેશ કરનારા હજારાે શરણાર્થીઆેની ભીડમાં ઇજ‌િપ્ત થઈને યુરાેપમાં ઘૂસ્યાે હતાે.

પેરિસ પરના હુમલાની તપાસ દરમિયાન અેક અેવાે વીડિયાે મળ્યાે છે, જે અે વાતને સમર્થન આપે છે કે બાર અને રેસ્ટાેરાં પર ફાયરિંગ કરનારાઆેમાં નવમાે હુમલાખાેર પણ સામેલ હતાે. જાે વીડિયાેમાં દેખાતી વ્યકિત બેલ્જિયમમાં પકડાયેલા બે શકમંદમાંથી અેક નહિ, પણ બે હુમલાખાેર ફરાર છે. આ ઘટના બાદ ફ્રાન્સ અને બેલ્જિયમમાં પાેલીસે અબ્દેસલામની તપાસ ઝડપી બનાવી દેવામાં આવી છે. પેરિસમાં ગત શુક્રવારે થયેલા હુમલામાં ૧૨૯ લાેકાે માર્યા ગયા હતા.

આ હુમલાેને ફ્રાન્સના ઈતિહાસમાં સાૈથી માેટાે અને ભયાનક હુમલાે માનવામાં આવે છે. આ અંગે સૂત્રાેના જણાવ્યા અનુસાર વીડિયાે પરથી અેવા સંકેત મળે છે કે રાતે સાડા નવ કલાકે જ્યારે લા બાેન બીયર નામની બાર સામે પાટરિંગ કરીને પાંચ લાેકાેની હત્યા થઈ હતી ત્યારે ઉપયાેગમાં લેવાયેલી કાળી સીટવાળી કારમાં અેક ત્રીજાે હુમલાખાેર હાજર હતાે.

આ વીડિયાેમાં જાેવા મળે છે કે હુમલાખાેરાેઅે કારમાંથી ફાયરિંગ કર્યું હતું. બાદમાં આ કાર પૂર્વ પેરિસના માેન્ટ્રિયલમાંથી મળી હતી. તેમાંથી ત્રણ રશિયન રાઈફલ મળી હતી. જાેકે કારમાં રહેલ ત્રીજા વ્યકિતની આેળખ થઈ શકી નથી.

You might also like