દેશહિત માટે અયોધ્યામાં કારસેવકો પર ચલાવી હતી ગોળી: મુલાયમ

લખનૌ : સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાના પોતાના નિર્ણય પર એક વાર ફરી કહ્યું હતું કે દેશની એકતા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. જો ગોળી ન ચલાવામાં આવી હોત તો મુસ્લિમોનો દેશ પરથી વિશ્વાસ જતો રહેત. ગોળી ચલાવવા બદલ મને ખેદ છે, પરંતુ દેશની એકતા માટે જો 16ના બદલે 30 લોકોના મોત થયા હોત તો પણ દેશ માટે કુરબાન કરી દે. ઉલ્લેખનીય સપા અધ્યક્ષ મુલાયમસિંહ પોતાના ઉપર લખેલાં પુસ્તકનું વિમોચન કરવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી સંસ્થાનમાં આવ્યા હતા.

આ અંગે મુલાયમે જણાવ્યું હતું કે અયોધ્યાકાંડમાં ગોળી ચલાવવાના આદેશ બદલ મારી દેશભરમાં ખૂબ જ ટીકા થઇ હતી, પરંતુ દેશની એક મસ્જિદ બચાવા માટે તે જરૂરી હતુ. સમાજવાદનો અર્થ સહુને સાથે લઇને ચાલવાનો છે.

You might also like