જમ્મુ કાશ્મીરની બોર્ડર પર સતત ફાયરિંગથી 6 વ્યક્તિના મોત, 8 ઘાયલ

નવી દિલ્હી:  જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. મંગળવારે ફાયરિંગમાં અત્યાર સુધી 3 વ્યક્તિના મોત નિપજ્યાં છે, જ્યારે 8 લોકો ઘાયલ થઇ ગયા છે. મરનારમાં એક છોકરી અને બે છોકરાનો સમાવેશ થાય છે. રામગઢના સાંબા સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં આ લોકોના મૃત્યુ થયા છે. બીએસએફ ફાયરિંગનો જવાબ આપી રહી છે. ઇન્ટરનેશનલ બોર્ડર પર સવારે 6.30 વાગ્યાથી ફાયરિંગ શરૂ થઇ ગયું છે. બીજી તરફ અરનિયામાં પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગમાં 4 લોકોને ઇજા પહોંચી છે.

તો કલાલના નોસેરા સેક્ટરમાં સવારે 5.30 વાગ્યા પછી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. સીમાપારથી અહીં મોર્ટાર ફેંકવામાં આવ્યા, જો કે કોઇ નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. રિપોર્ટ્સ પ્રમાણે બાંદીપુરમાં પણ સિક્ટોરિટી ફોર્સેજ અને શંકાસ્પદ આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

નોંધનીય છે કે રવિવારની રાતે જ્યારે દિવાળીનો તહેવાર ઇજવાઇ રહ્યો હતો ત્યારે જમ્મુ કાશ્મીરના આર.એસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. સોમવારે સવારે પણ સિઝપાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન સૈનિકોએ માર્ટાર ફેંક્યા હતાં. જેમાં 2 જવાનો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત થયું હતું.

You might also like