અમદાવાદ: સિંધુ ભવન પાસે ફાયરિંગ મામલો, પોલીસે કબજે કરેલી કારમાંથી મળ્યો દારૂનો જથ્થો

અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરના સિંધુભવન રોડ પર ડેનિસ કોફી બાર બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેનિસ કોફી બાર બહાર રાત્રીના 9 વાગ્યાની આસપાસ એક કારમાં સવાર બે શખ્સોએ એરગન મારફતે હવામાં ગોળીબાર કર્યો હતો.

ત્યાર બાદમાં તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે ડેનિસ કોફી બારના માલિકે આરોપીની ગાડીનો પીછો કર્યો હતો. તેની સાથે જ પોલીસને જાણ પણ કરી હતી. પીછો કરતાં આરોપીની કાર બોપલ પાસેથી મળી આવી હતી. જેમાં તપાસ કરતાં અંદરથી દારૂની બોટલ મળી આવી હતી.

જેની સાથે બાઈટિંગ પણ મળી હતી. જેથી પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આરોપીઓએ નશો કર્યો હતો. આ કાર આરોપી મેકસી પટેલની હોવાનું બહાર આવ્યું છે. જે બોપલ વિસ્તારમાં જ રહે છે. જોકે હાલ તેના ઘરમાં તાળુ છે. જયારે બન્ને આરોપી ફરાર છે. ત્યારે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like