સુરતના રાંદેરમાં અંગત અદાવતમાં 3 રાઉન્ડ ફાયરિંગમા મહિલા ઘાયલ

સુરત : રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં ગત્ત મોડી રાત્રે બે જુથો વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં ઘરમાં ઘુસીને તોડફોડ બાદ થયેલા 3 રાઉન્ડ ફાયરિંગમાં એક મહિલાને ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સામ સામે થયેલા ફાયરિંગમાં ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું.

રાંદેર વિસ્તારમાં આવેલા મહિલા મોડી રાત્રે ફાયરીંગ થયું હતું. બિપિનભાઇ મારૂ સાથેની જૂની અંગત અદાવતમાં જીતુ મારવાડી અને રાકેશ મારૂ દ્વારા તેમના ઘરમાં ઘુસીને તોડફોડન કરવાની સાથે સાથે 3 જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરીંગમાં બિપિનભાઇના પત્ની સંગાતા મારૂને ડાબા હાથમાં ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

20થી 25 માણસો સાથે સફેદ કલરની ઇનોવામાં આવેલા 20-25 માણસોએ ઘરમાં ઘુસીને ટીવી ફોડી નાખ્યા હતા. સાથે સાથે કાચના પણ કટકા કર્યા હતા. બાદમાં પ્રતિકાર થતા ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું.

You might also like