આસામમાં કોકરાઝારમાં ફાયરિંગમાં 14ના મોત, 30 ઇજાગ્રસ્ત

ગુવાહાટીઃ આસામના કોકરાઝારમાં કાળા કપડાં પહેરીને હુમલાખોરોએ ફાયરિંગ અને ગોળીબાર કર્યા. જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ધાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે મરનારની સંખ્યા હજુ વધી શકે છે. સુરક્ષાકર્મીએ હુમલાખોરને ઠાર માર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આસામના કોકરાઝારના બજારમાં સામાન્ય ચહલપહલ ચાલી રહી હતી, ત્યારે ચારથી પાંચ જેટલા શખ્સો ઓટો રીક્ષામાંથી ઉતર્યા હતા અને તેમણે સામાન્ય નાગરિકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.અંધાધૂંધ ગોળીબારમાં બાર નાગરિકો માર્યા ગયા છે.


ઘટના અંગે માહિતી મળતા આસામ પોલીસ અને વિસ્તારમાં તહેનાત અર્ધલશ્કરી દળોના જવાનો તત્કાળ ઘટના સ્થળે રવાના થયા હતા અને આતંકવાદીઓને પડકાર્યા હતા. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. અન્ય પાંચેક આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. સુરક્ષાબળોએ આ વિસ્તારને કોર્ડન કરી કોમ્બિંગ હાથ ધર્યું છે.

You might also like