પાકિસ્તાન તરફથી ફરી સિઝફાયરનું ઉલ્લંઘન, માર્યા ગયા 3 PAK રેન્જર

શ્રીનગર: પાકિસ્તાન તરફથી શુક્રવાર ફરીથી સિઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી હીરાબાગ, સાંબા અને અખનૂરમાં ફઆયરિંગ કરવામાં આવ્યું છે. ભારતે તેનો કરારા જવાબ આપ્યો છે. ત્રણ અલગ અલગ જગ્યા પર થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 રેન્જર્સ માર્યા ગયા છે જ્યારે 5 ઘાયલ થયા છે. જો કે એમાં બીએસએફનો એક જવાન ગુરુનામ સિંહ પણ ઘાયલ થયો છે.

છેલ્લા બે દિવસથી પાકિસ્તાન તરફથી આ પૂરા વિસ્તારમાં ઘણી વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન રેન્જર્સ આતંકી ઘૂસણખોરી માટે આ રીતનું ફયરિંગ કરી રહ્યા છે. કાનગી એજન્સીએ ગુરુવારે ઘૂંસણખોરી માટે ઇન્ટરનેશનલ બોર્ડર પર એલર્ટ કર્યું હતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જમ્મુ કાશ્મીરમના સાંબા સેક્ટરથી પાકિસ્તાનમાં રહેલા આતંકી ઘૂસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ બોર્ડરની બીજી તરફ પાકિસ્તાનમાં રહેલા લોન્ચિંગ પેડની આસપાસ આંતકીઓની મૂવમેન્ટને બીએસએફએ નોટિસ કર્યું છે. બીએસએફએ એને લઇને ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલ્યો છે.

You might also like