જમ્મુ કશ્મીરના પંપોરમાં રાતથી સેના અને આતંકિઓ વચ્ચે ફાયરિંગ ચાલુ

પંપોરઃ જમ્મુ કશ્મીરના પંપોરમાં ગઇ કાલે રાતથી સુરક્ષા દળ અને આતંકિયો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આખી રાત બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયા છે. જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં ઇન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતમાં સોમવારે ગોળીના અવાજ સંભળાઇ રહ્યાં હતાં. ત્યાર બાદ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે.

પંપોર સ્થિત આ ઇમારતની અંદર બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સામે આવી છે. હુમલાના સમાચાર મળતા જ સેનાએ ચારે બાજુથી બિલ્ડિંગને ઘેરી લીધી છે. બંને બાજુથી હાલ ગોળીબાર ચાલી રહ્યો છે. સોમવાર સવારથી શરૂ થયેલા આ ઘર્ષણ મોડી રાત સુધી પણ ચાલુ હતું. સમય સમય પર સેના અને આતંકિયો વચ્ચે ગોળીબાર થઇ રહ્યાં છે.

You might also like