અમેરિકાના શોપિંગ મોલમાં ગોળી બાર, 4ના મોત

વોશિંગટનઃ અમેરિકાના વોશિંગટનના એક શોપિંગ મોલમાં શુક્રવારે રાત્રે થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ પોલીસ હુમલાખોરને શોધી રહી છે. અધિકારીએ લોકોને બર્લિગટનના કાસકેડ મોલ વિસ્તારમાં જવાની લોકોને ના પાડી છે.

વોશિંગટન સ્ટેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે સંદિગ્ધ સ્પેનિશ ભાષા બોલી રહ્યાં હતા અને ગ્રે કલરના કપડાં પહેર્યા  હતા. જોકે હુમલાખોરોની સાચી સંખ્યા અંગે કોઇ જ માહિતી સામે આવી નથી. તેમની ઉંમર 20થી 25 વર્ષની છે. હુલાખોરોને પકડવા માટે સ્ટોરમાં તપાસ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું છે કે ઘટનામાં બચી ગયેલા લોકોને બસની પાસેના ગિરજાઘર લઇ જવામાં આવશે.

હુમલા બાદ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપને બોલાવી લેવામાં આવ્યું છે અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલીક દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. લોકોને પણ આવું કોઇ શંકાસ્પદ જોવા મળે તો તુરંત જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે.

You might also like