શિકાગોની ફેક્ટરીમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચ લોકોનાં મોત

(એજન્સી) શિકાગો: અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગ કરીને લોકોને મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. ઈલિનોય પ્રાંતના શિકાગો શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં એક હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરીને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફાયરિંગની આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. જોકે જવાબી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો હતો.

ફાયરિંગ કરનાર હુમલાખોરની ઓળખ ૪૫ વર્ષના ગેરીમાર્ટિન તરીકે થઈ છે. જે વ્યવસાયે એક કર્મચારી હતો. અહેવાલો અનુસાર ગોળીબારની આ ઘટના ઈલિનોયના અરોરા સ્થિત એક મોટી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં બપોરે ૧.૨૮ કલાકે થઈ હતી. લાંબી અથડામણ બાદ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. અરોરા પોલીસના વડા ક્રિસ્ટન જિમેને જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચનાં મોત થયાં છે, જ્યારે પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. બે ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વિમાન શિકાગોના ક્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી. જોકે સાક્ષીઓનું કહેવું છે કે બંદૂકધારી હુમલાખોર એક અસંતુષ્ઠ કર્મચારી હતો. હેનરી પ્રેટ નામનો કર્મચારી ફેક્ટરીના પ્લાન્ટમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કરવા લાગ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર આ કંપનીનો પૂર્વ કર્મચારી હતો. જે કંપનીમાં ઘટના ઘટી છે તે અમેરિકામાં ઈન્ડસ્ટ્રીય વાલ બનાવતી સૌથી મોટી કંપની છે.

You might also like