અમદાવાદઃ સાબરમતી નદી પરનાં રેલવે ટ્રેક પર ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પરના રેલવે બ્રીજ પર એકાએક આગ ફાટી નીકળી હતી. જો કે રેલવે ટ્રેક નજીક લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. શહેરનાં શાહીબાગ નજીકનાં રેલવે ટ્રેક પર આ આગ લાગી હતી.

આ ભીષણ આગને પગલે રેલવે વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક કેબલમાં લાગેલી આ આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

You might also like