લોસ એન્જલસના જંગલની આગથી સેંકડો લોકોનું સ્થળાંતર

એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસ પૂરી રીતે અંધારામાં ડૂબી ગયું છે. લોસ એન્જલેસના જંગલોમાં લાગેલી આગના કારણે થયેલા કાળા ધુમાડાએ આખા શહેરને લપેટમાં લઇ લીધા છે. દક્ષિમ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગના
કારણે લોસ એન્જલસના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં કાળો ધુમાડો થઇ ગયો છે. જંગલમાં લાગેલી આગવા કારણે સેંકડો લોકોએ ઘર છોડવા માટે મજબૂર થઇ ગયા હતાં.

અગ્નિશામકના અદિકારીઓએ જણાવ્યું કે કાલ સાંજ સુધી આશરે 20,000 એકરમાં ફેલાયેલું જંગલ બળીને ખાખ થઇ ગયું. લોસ એન્જલસના સાન્ટા ક્લેરિડા વિસ્તારમાં પાસે શુક્રવારે આગ લાગી હતી, જંગલ વિસ્તારમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. આગ ઓલવવાની કામગીરીમાં 300 ફાયર ફાઈટર્સ જોડાયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ સાથે બેંગાલ ટાઈગર સહિત 400 પ્રાણીઓને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આમાં 220 ઘોડા, ડઝનબંધ બાકરા અને અન્ય પશુઓના સમાવેશ થાય છે. આગમાં એક વ્યક્તિને બળી ગયેલો મૃતદેહ પણ મળી આવ્યો છે. જોકે તે આગ કે અન્ય કારણે બળી ગયો છે તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. આગની ઝપટમાં કેટલીક ઈમારતો પણ આવી ગઈ છે. જ્યારે કાર્મેલ હાઈલેન્ડસના રહેવાસીઓને કોઈ પણ ક્ષણે સ્થળાંતર માટે તૈયાર રહેવાની સુચના અપાઈ છે.

You might also like