ઓફિસમાં વહેલી સવારે અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ

અમદાવાદ: શહેરના સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં એક બિલ્ડિંગના પાંચમા માળે અાવેલી ઓફિસમાં અાજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે અચાનક અાગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી.  ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અા અંગેની વિગત એવી છે કે સેટેલાઈટના જોધપુરમાં નંદનવન એપાર્ટમેન્ટના પાંચમા માળે અાવેલી એક ઓફિસમાં અાજે વહેલી સવારે પાંચ વાગ્યે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગ જોતજોતામાં જ ઓફિસમાં પ્રસરતા ફર્નિચર, કમ્પ્યૂટર તેમજ મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા.

વહેલી સવારે લાગેલી અાગના કારણે દોડધામ મચી જતાં અાજુબાજુના વિસ્તારોમાં ભયની લાગણી પ્રસરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરો સાથે તાત્કા‌િલક પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને અંકુશમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં અા અાગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે.

You might also like